Pramāṇa · Search · About · API

Mahanisiha 233

Mahānisīha: ṭīkānusārī vivecana 233

Language
Gujarati

233

‘મહાનિશીથ’ સૂત્ર-૫૧૯, ૫૨૦ :– [૩/–/૫૧૯, ૫૨૦]
દ્રવ્ય-સ્તવ અને ભાવસ્તવ આ બેમાં ભાવસ્તવ ઘણાં ગુણવાળું છે. દ્રવ્ય-સ્તવને ઘણાં ગુણવાળું કહેનારની બુદ્ધિ સમજદારી વાળી નથી. ગૌતમ! છકાયના જીવોનું હિત થાય તેમ વર્તવું. આ દ્રવ્ય-સ્તવ ગંધ પુષ્પાદિથી પ્રભુભક્તિ કરવી તે સમગ્ર પાપનો ત્યાગ ન કરેલ હોય તેવા દેશવિરતિ શ્રાવકને માટે યુક્ત ગણાય. પરંતુ પાપના પ્રત્યાખ્યાન કરનાર સંયમી સાધુને પુષ્પાદિની પૂજા રૂપ દ્રવ્ય-સ્તવ કરવું કલ્પતું નથી.

Linked texts (2)