Pramāṇa · Search · About · API

Mahanisiha 238

Mahānisīha: ṭīkānusārī vivecana 238

Language
Gujarati

238

‘મહાનિશીથ’ સૂત્ર-૫૩૧ થી ૫૩૭ :– [૩/–/૫૩૧ થી ૫૩૭]
લાખ યોજના પ્રમાણ મેરુ પર્વત જેટલા ઊંચા, મણિ સમુદ્રથી શોભિત, સુવર્ણમય, પરમ મનોહર, નયન અને મનને આનંદ આપનાર, અતિશય વિજ્ઞાનપૂર્ણ, અતિ મજબૂત ન દેખાય તેમ સાંધાને જોડી દીધા હોય તેવું અતિશય ઘસીને સુંવાળું કરેલ, જેના વિભાગો સારી રીતે વિભાજિત છે તેવું, ઘણાં શિખરોયુક્ત અનેક ઘંટા અને ધ્વજા સહિત, શ્રેષ્ઠ તોરણોયુક્ત, આગળ-આગળ જતાં જ્યાં રાજમહેલ સમાન શોભા નજરે પડતી હોય તેવા અગર-કપૂર-ચંદનાદિનો બનાવેલ ધૂપ જ્યાં અગ્નિમાં નાંખવાથી મહેંકતો હોય, ઘણાં પ્રકારે અનેકવર્ણી આશ્ચર્યકારી સુંદર પુષ્પસમૂહથી સારી રીતે પૂજાયેલ, જેમાં નૃત્યપૂર્ણ અનેક નાટકોથી આકુલ, મધુર મૃદંગના શબ્દો ફેલાઈ રહેલાં છે. સેંકડો ઉત્તમ આશયવાળા લોકોથી આકુળ છે, જેમાં જિનેશ્વર ભગવંતોના ચરિત્રો અને ઉપદેશોનું શ્રવણ કરાવવાના કારણે ઉત્કંઠિત થયેલા ચિત્તયુક્ત લોકો હોય, જ્યાં કહેવાની કથા, વ્યાખ્યાતા, નૃત્ય કરનારા, અપ્સરા, ગંધર્વો વાજિંત્રોના શબ્દો સંભળાઈ રહેલાં છે.
આ કહેલ ગુણસમૂહ યુક્ત આ પૃથ્વીમાં સર્વત્ર પોતાની ભૂજાથી ઉપાર્જિત ન્યાયોપાર્જિત અર્થથી સુવર્ણ-મણિરત્નના પગથીયાવાળું તેવા જ પ્રકારના હજારો સ્તંભો જેમાં ઊભા કરાયેલા હોય, સુવર્ણનું બનાવેલું ભૂમિતલ હોય તેવું જિનમંદિર જે કરાવે તેના કરતાં તપ અને સંયમ અનેક ગુણવાળા કહેલ છે.

Linked texts (2)