Pramāṇa · Search · About · API

Mahanisiha 240

Mahānisīha: ṭīkānusārī vivecana 240

Language
Gujarati

240

‘મહાનિશીથ’ સૂત્ર-૫૪૦ થી ૫૪૨ :– [૩/–/૫૪૦ થી ૫૪૨]
ગૌતમ! લવસપ્તમ દેવો અર્થાત્‌ સર્વાર્થસિદ્ધમાં રહેનાર દેવો પણ ત્યાંથી ચ્યવી નીચે પડે છે. બાકીના જીવોની વિચારણા કરીએ તો સંસારમાં કોઈ શાશ્વત કે સ્થિર સ્થાન નથી. લાંબા કાળે પણ જેમાં દુઃખ આવવાનું હોય તેવા વર્તમાનના સુખને સુખ કેમ કહી શકાય? જેમાં છેવટે મરણ આવવાનું હોય અને અલ્પકાયનું શ્રેય કરનાર સુખને તુચ્છ ગણેલું છે. સમગ્ર મનુષ્ય અને દેવોનું લાંબા કાળનું સર્વે સુખ એકઠું કરીએ તો પણ તે સુખ મોક્ષના અનંતમાં ભાગ જેટલું પણ અનુભવી શકાય તેમ નથી.

Linked texts (2)