Pramāṇa · Search · About · API

Mahanisiha 241

Mahānisīha: ṭīkānusārī vivecana 241

Language
Gujarati

241

‘મહાનિશીથ’ સૂત્ર-૫૪૩ થી ૫૪૫ :– [૩/–/૫૪૩ થી ૫૪૫]
ગૌતમ! અતિ મહાન એવા સંસારના સુખોમાં અનેક હજાર ઘોર પ્રચંડ દુઃખો છૂપાઈને રહેલા હોય છે. પણ મંદ બુદ્ધિવાળા શાતા વેદનીય કર્મોદયમાં તે જાણી શકતો નથી. મણિ-સુવર્ણના પર્તમાં છૂપાઈને રહેલ લોહ રોડાની જેમ અથવા વણિક પુત્રીની જેમ [આ કોઈ પ્રસંગનું પાત્ર છે, ત્યાં એવો અર્થ ઘટી શકે કે જેમ કુળવાન, લજ્જાળુ વણિક પુત્રીનું મુખ બીજા ન જોઈ શકે, તેમ મોક્ષસુખ વર્ણવી ન શકાય.] નગરના મહેમાન તરીકે રહીને આવેલો ભીલ રાજમહેલાદિના નગરસુખને વર્ણવી શકતો નથી. તેમ અહીં દેવ, અસુર, મનુષ્યવાળા જગતમાં મોક્ષના સુખને સમર્થ જ્ઞાની પુરુષો પણ વર્ણવી શકતા નથી.

Linked texts (2)