Pramāṇa · Search · About · API

Mahanisiha 254

Mahānisīha: ṭīkānusārī vivecana 254

Language
Gujarati

254

‘મહાનિશીથ’ સૂત્ર-૫૮૦ થી ૫૮૫ :– [૩/–/૫૮૦ થી ૫૮૫]
જે રીતે જગતના નાથ સિદ્ધિ પામે છે. જે રીતે સર્વ સુરેન્દ્રો તેમનો નિર્વાણ મહોત્સવ કરે છે. ભગવંતની ગેરહાજરીમાં શોક પામેલા તે દેવો પોતાના ગાત્રને અશ્રુજળના સરસર શબ્દો કરતા પ્રવાહથી ધોતા હતા. વળી કરુણ સ્વરે વિલાપ કરતા હતા કે હે સ્વામી! અમને અનાથ કર્યા. જે રીતે સુરભિગંધ યુક્ત ગોશીર્ષ ચંદનવૃક્ષના કાષ્ઠોથી સર્વે દેવેન્દ્રોએ વિધિપૂર્વક ભગવંતના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. પછી શોક પામેલા શૂન્ય દશે દિશના માર્ગને જોતા હતા. જે રીતે ક્ષીરસમુદ્રમાં જિન અસ્થિને પ્રક્ષાલન કરીને દેવલોકે જઈને શ્રેષ્ઠ ચંદનરસથી તે અસ્થિઓનું વિલેપન કરીને અશોકવૃક્ષ, પારિજાતના વૃક્ષના પુષ્પો તથા શતપત્રાદિ કમળો વડે તેની પૂજા કરીને પોત-પોતાના ભવનમાં સ્તુતિ કરતાં હતાં. [ઈત્યાદિ સર્વ વૃત્તાંત મહાવિસ્તારથી] અંતગડ દશાથી જાણવો.

Linked texts (2)