Mahanisiha 255
Mahānisīha: ṭīkānusārī vivecana 255
- Language
- Gujarati
255
‘મહાનિશીથ’ સૂત્ર-૫૮૬ થી ૫૮૯ :– [૩/–/૫૮૬ થી ૫૮૯]
અહીં અત્યારે જે ચાલુ અધિકાર છે તેને છોડીને જો આ કહેવામાં આવે તો વિષયાંતર, અસંબદ્ધતા, ગ્રન્થનો વિસ્તાર લાંબો થઈ જાય. પ્રસ્તાવ ન હોવા છતાં આટલું નિરૂપણ કર્યું તેમાં અતિ મોટું કારણ ઉપદેશેલું છે. જે અહીં કહેવાયું છે. તે ભવ્ય સત્ત્વોના ઉપકારને માટે કહેવાયું છે. સારા વસાણાથી મિશ્રિત મોદકનું જેમ જેમ ભક્ષણ કરાય તેમ તેમ લોકોમાં અતિ મોટી માનસિક પ્રીતિ ઉત્પન્ન થાય છે. તે રીતે અહીં પ્રસંગ ન હોવા છતાં ભક્તિના ભારથી નિર્ભર તેમજ નિજગુણ ગ્રહણ કરવામાં ખેંચાયેલા ચિત્તવાળા ભવ્યાત્માને મોટો હર્ષ ઉત્પન્ન થાય છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati