Mahanisiha 256
Mahānisīha: ṭīkānusārī vivecana 256
- Language
- Gujarati
256
‘મહાનિશીથ’ સૂત્ર-૫૯૦ :– [૩/–/૫૯૦]
આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ નવકારનું વ્યાખ્યાન મહાવિસ્તારથી, અનંતગમ અને પર્યાયો સહિત સૂત્રથી ભિન્ન એવા નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ દ્વારા અનંત જ્ઞાન-દર્શનધર તીર્થંકરોએ જે રીતે વ્યાખ્યા કરી હતી, તે રીતે સંક્ષેપથી કરાતું હતું. પરંતુ કાળની પરિહાના થવાના દોષથી તે નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિઓ વિચ્છેદ પામી. આવો સમય-કાળ વહી રહેલો હતો ત્યારે મહાઋદ્ધિ, લબ્ધિસંપન્ન, પદાનુસારી લબ્ધિધર વજ્રસ્વામી નામક બાર અંગરૂપ શ્રુતના ધારક ઉત્પન્ન થયા. તેમણે પંચમંગલ મહાશ્રુતસ્કંધનો આ ઉદ્ધાર મૂળ સૂત્રની મધ્યે લખ્યો.
ગણધર ભગવંતોએ મૂળ સૂત્રને સૂત્રપણે, ધર્મતીર્થંકર અરહંત ભગવંતોએ અર્થપણે જણાવ્યો. ત્રણ લોકથી પૂજિત વીર જિનેન્દ્રે આને પ્રરૂપ્યું એવો વૃદ્ધ આચાર્યનો સંપ્રદાય છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati