Pramāṇa · Search · About · API

Mahanisiha 257

Mahānisīha: ṭīkānusārī vivecana 257

Language
Gujarati

257

‘મહાનિશીથ’ સૂત્ર-૫૯૧ :– [૩/–/૫૯૧]
અહીં જ્યાં જ્યાં પદોની સાથે જોડાયેલા હોય અને સળંગ સૂત્રાલાપક પ્રાપ્ત ન થાય ત્યાં શ્રુતધરોએ લહીયાઓએ ખોટું લખ્યું છે, એવો દોષ ન આપવો. પરંતુ જે કોઈ અચિંત્ય ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન મહાનિશીથ શ્રુતસ્કંધની પહેલાંની લખેલ પ્રત હતી. તેમાં જે ઉધઈ આદિ જીવાતોથી ખવાઈને ટૂકડાવાળી પ્રત બની ગઈ. ઘણાં પત્રો સડી ગયા તો પણ અત્યંત અતિશયવાળા મોટા અર્થથી ભરપૂર આ મહાનિશીથ શ્રુતસ્કંધ છે. તે સમગ્ર પ્રવચનના પરમ સારભૂત, શ્રેષ્ઠ મહત્ત્વપૂર્ણ, મહા અર્થગર્ભિત છે. એમ જાણીને પ્રવચનના વાત્સલ્યથી અનેક ભવ્યજીવોને ઉપકારક થશે તેમ માનીને તથા પોતાની મતિથી શુદ્ધિ કરીને લખ્યું છે. બીજા પણ આચાર્યો સિદ્ધસેન દીવાકર, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધન, ક્ષમાશ્રમણના શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ, ક્ષમક, સત્યર્ષિ આદિ યુગપ્રધાન શ્રુતધરોએ તેમન બહુમાન્ય કરેલ છે.

Linked texts (2)