Mahanisiha 263
Mahānisīha: ṭīkānusārī vivecana 263
- Language
- Gujarati
263
‘મહાનિશીથ’ સૂત્ર-૫૯૮ :– [૩/–/૫૯૮]
તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ એ ચારે પ્રકારના શ્રમણસંઘના વિઘ્નો ઉપરાંત થાય છે અને ધર્મકાર્યમાં સફળતા મેળવે છે. વળી તે મહાનુભવને એમ કહેવું કે ખરેખર તું ધન્ય છો, પુણ્યવંત છો, એમ બોલતા વાસક્ષેપ મંત્રીને લેવો.
ત્યારપછી જગતગુરુ જિનેન્દ્રની આગળા સ્થાનમાં ગંધયુક્ત, ન કરમાયેલી શ્વેત માળા ગ્રહણ કરીને ગુરુ મહારાજ પોતાના હસ્તથી બંને ખભા ઉપર આરોપણ કરતા-કરતા નિઃસંદેહપણે આ પ્રમાણે તેને કહે કે – અરે મહાનુભવ! જન્માંતરમાં ઉપાર્જિત મહાપુણ્ય સમૂહવાળા! તેં તારો મેળવેલ, સુંદર રીતે ઉપાર્જિત માનવજન્મ સફળ કર્યો. તારા નરક અને તિર્યંચગતિના દ્વારો બંધ થઈ ગયા. હવે તેને અપયશ, અપકીર્તિ, નીચ ગૌત્રકર્મ બંધ નહીં થાય. ભવાંતરમાં પંચ નમસ્કારના પ્રભાવથી જ્યાં-જ્યાં ઉત્પન્ન થઈશ ત્યાં-ત્યાં ઉત્તમજાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ પુરુષ, આરોગ્ય, સંપત્તિ પ્રાપ્ત થશે. આ બધું તને મળશે જ.
વળી પંચ નમસ્કારના પ્રભાવથી તને દાસપણું, દારિદ્ર, દુર્ભાગ્ય, હીનકુળમાં જન્મ, વિકલેન્દ્રિયપણું નહીં મળે. વધુ શું કહેવું? હે ગૌતમ! આ કહેલી વિધિથી જે કોઈ પંચ નમસ્કારાદિ શ્રુતજ્ઞાન ભણીને તેના અર્થાનુસાર પ્રયત્ન કરનારો થાય. સર્વ આવશ્યક આદિ નિત્ય અનુષ્ઠાનો તથા અઢાર હજાર શીલાંગોને વિશે રમણતા કરનારો થાય, કદાચ તે સરાગપણે સંયમ ક્રિયાનું સેવન કરે તે કારણે નિર્વાણ ન પામે તો પણ ગ્રેવેયક, અનુત્તર આદિ ઉત્તમ દેવલોકમાં દીર્ઘકાળ આનંદ કરીને અહીં મનુષ્ય લોકમાં ઉત્તમ કુળમાં જન્મ પામીને ઉત્કૃષ્ટ સુંદર લાવણ્ય યુક્ત સર્વાંગ સુંદર દેહ પામીને સર્વ કળામાં નિષ્ણાતપણું મેળવીને લોકોના મનને આનંદ આપનારો થાય છે. સુરેન્દ્ર સમાન ઋદ્ધિ પામીને, એકાંત દયા અને અનુકંપામાં તત્પર, કામભોગોથી કંટાળેલો યથાર્થ ધર્માચરણથી કર્મરજ ખંખેરીને સિદ્ધિ પામે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati