Pramāṇa · Search · About · API

Mahanisiha 264

Mahānisīha: ṭīkānusārī vivecana 264

Language
Gujarati

264

‘મહાનિશીથ’ સૂત્ર-૫૯૯ :– [૩/–/૫૯૯]
ભગવન્‌! જેવી રીતે પંચમંગલ ઉપધાન તપ કરીને વિધિપૂર્વક ગ્રહણ કર્યું, તેવી રીતે સામાયિકાદિ સમગ્ર શ્રુતજ્ઞાન ભણવું જોઈએ? ગૌતમ! હા, તે જ પ્રમાણે વિનય અને ઉપધાન તપપૂર્વક વિધિથી અધ્યયન કરવું જોઈએ. ખાસ કરીને તે શ્રુતજ્ઞાન ભણવાની અભિલાષા વાળાએ સર્વ પ્રયત્નથી આઠ પ્રકારના કાલાદિ આચારોનું રક્ષણ કરવું જોઈએ. અન્યથા શ્રુતજ્ઞાનની મહાઆશાતના થાય. બીજી એ વાત પણ ધ્યાનમાં રાખવી કે બાર અંગના શ્રુત જ્ઞાન માટે પહેલાં અને છેલ્લા પ્રહરે ભણવા-ભણાવવાનો રોજ પ્રયત્ન કરવો અને પંચમંગલ નવકાર ભણવા માટે આઠે પ્રહર કહ્યા છે. બીજું એ પણ ધ્યાનમાં રાખવું કે પંચમંગલ નવકાર એ સામાયિકમાં હોય કે સામાયિકમાં ન હોય તો પણ ભણી શકાય. પરંતુ સામાયિકાદિ સૂત્રો આરંભ, પરિગ્રહનો ત્યાગ કરીને અને જાવજ્જીવ સામાયિક કરીને જ ભણાય. આરંભ-પરિગ્રહના ત્યાગ કર્યા સિવાય કે જાવજ્જીવ સામાયિક-સર્વ વિરતિ ગ્રહણ કર્યા સિવાય ભણી શકાતા નથી. તથા પંચમંગલના આલાવા, શક્રસ્તવ આદિ અને બારે અંગોરૂપ શ્રુત જ્ઞાનના ઉદ્દેશા, અધ્યયનોના [સમુદ્દેશ-અનુજ્ઞાવિધિ સમયે] આયંબિલ કરવું.

Linked texts (2)