Mahanisiha 266
Mahānisīha: ṭīkānusārī vivecana 266
- Language
- Gujarati
266
‘મહાનિશીથ’ સૂત્ર-૬૦૧ :– [૩/–/૬૦૧]
પણ હે ગૌતમ! જેણે હજુ પાપ-પુણ્યનો અર્થ જાણ્યો ન હોય, તેવો બાળક તે ‘પંચમંગલ’ માટે એકાંતે અયોગ્ય છે. તેને પંચમંગલ મહા-શ્રુતસ્કંધનો એક પણ આલાવો ન આપવો, કેમકે અનાદિ ભવાંતરોમાં ઉપાર્જિત કર્મરાશિને બાળક માટે આલાવો પામીને બાળક સમ્યક્ પ્રકારે ન આરાધે તો તેની લઘુતા થાય. તે બાળકને પહેલાં ધર્મકથા દ્વારા ભક્તિ ઉત્પન્ન કરવી. પછી પ્રિયધર્મ, દૃઢધર્મ, ભક્તિયુક્ત બનેલો જાણીને જેટલાં પચ્ચક્ખાણ નિર્વાહ કરવા સમર્થ થાય, તેટલાં પચ્ચક્ખાણ તેને કરાવવા. રાત્રિભોજનના દ્વિવિધ, ત્રિવિધ, ચતુર્વિધ એમ યથાશક્તિ પ્રત્યાખ્યાન કરાવવા.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati