Pramāṇa · Search · About · API

Mahanisiha 267

Mahānisīha: ṭīkānusārī vivecana 267

Language
Gujarati

267

‘મહાનિશીથ’ સૂત્ર-૬૦૨ :– [૩/–/૬૦૨]
ગૌતમ! પિસ્તાળીશ નવકારશી, ૨૪-પોરીસી, ૧૨-પુરિમડ્ઢ, ૧૦ અવડ્ઢ કે ચાર એકાસણા કરવાથી એક ઉપવાસ ગણતરીમાં લઈ શકાય. બે આયંબિલ કે એક શુદ્ધ નિર્મળ નિર્દોષ આયંબિલથી પણ ઉપવાસ ગણાય.
ગૌતમ! વ્યાપાર રહિતપણે રૌદ્રધ્યાન, આર્ત્તધ્યાન, વિકથા રહિત સ્વાધ્યાય કરવામાં એકાગ્ર ચિત્તવાળો હોય તો માત્ર એક આયંબિલ કરે તો પણ માસક્ષમણ કરતાં ચડી જાય છે.
તેથી કરીને વિસામા સહિત જેવા પ્રમાણમાં તપ-ઉપધાન કરે તેટલાં પ્રમાણમાં તેની ગણતરીનો સરવાળો કરીને પંચમંગલ ભણવાને યોગ્ય થાય, ત્યારે તેને પંચમંગલનો આલાવો ભણાવવો, નહીંતર ન ભણાવવો.

Linked texts (2)