Pramāṇa · Search · About · API

Mahanisiha 268

Mahānisīha: ṭīkānusārī vivecana 268

Language
Gujarati

268

‘મહાનિશીથ’ સૂત્ર-૬૦૩ :– [૩/–/૬૦૩]
ભગવન્‌! આમ કરવાથી ઘણો લાંબો સમય વીતી જાય અને કદાચ વચ્ચે જ મૃત્યુ પામી જાય તો નવકાર રહિત તે અંતિમ આરાધના કેવી રીતે સાધી શકે? ગૌતમ! જે સમયે સૂત્રોપચાર નિમિત્તે અશઠભાવથી યથાશક્તિ જે કંઈપણ તપની શરૂઆત કરીને જ સમયે તેણે તે સૂત્ર-અર્થ-તદુભયનું અધ્યયન શરૂ કર્યુ, એમ સમજવું. કેમકે તે આરાધક આત્મા તે પંચ નમસ્કારના સૂત્ર, અર્થ, તદુભયને અવિધિથી ગ્રહણ કરતો નથી. પરંતુ તે તેવી રીતે વિધિથી તપસ્યા કરીને ગ્રહણ કરે છે – જેથી ભવાંતરમાં નાશ ન પામે, તેવા શુભાધ્યવસાયથી આરાધક થાય.

Linked texts (2)