Pramāṇa · Search · About · API

Mahanisiha 270

Mahānisīha: ṭīkānusārī vivecana 270

Language
Gujarati

270

‘મહાનિશીથ’ સૂત્ર-૬૦૫ :– [૩/–/૬૦૫]
ભગવન્‌! જે કોઈને અતિ મહાન જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, રાત-દિવસ ગોખવા છતાં વર્ષે માત્ર અર્ધ શ્લોક જ સ્થિર પરીચિત થાય, તેણે શું કરવું? તેમણે જાવજ્જીવના અભિગ્રહ ગ્રહણ કરવા કે સ્વાધ્યાય કરનારનું વૈયાવરણ તથા રોજ અઢાર હજાર પ્રમાણ પંચમંગલના સૂત્ર, અર્થ, તદુભયનું સ્મરણ કરતો એકાગ્ર મનથી ગોખે. ભગવન્‌! કયા કારણે એમ કહો છો? ગૌતમ! જે ભિક્ષુ જાવજ્જીવ સુધીના અભિગ્રહ સહિત ચારે કાળ યથાશક્તિ વાચનાદિરૂપ સ્વાધ્યાય ન કરે તે જ્ઞાનકુશીલ છે.

Linked texts (2)