Pramāṇa · Search · About · API

Mahanisiha 272

Mahānisīha: ṭīkānusārī vivecana 272

Language
Gujarati

272

‘મહાનિશીથ’ સૂત્ર-૬૦૭ થી ૬૧૦ :– [૩/–/૬૦૭ થી ૬૧૦]
ભગવન્‌! કયા કારણે કહેલ છે કે ચારે કાળમાં સ્વાધ્યાય કરવો જોઈએ? ગૌતમ! મન, વચન, કાયાથી ગુપ્ત થયેલો આત્મા દરેક સમયે જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે. સ્વાધ્યાય-ધ્યાનમાં વર્તતો હોય તે દરેક ક્ષણે વૈરાગ્ય પામનારો થાય છે. સ્વાધ્યાય કરનારને ઉર્ધ્વલોક, અધોલોક, જ્યોતિષ્‌ લોક, વૈમાનિક લોક, સિદ્ધિ, સર્વલોક, અલોક પ્રત્યક્ષ છે. અભ્યંતર અન બાહ્ય એવા બાર પ્રકારના તપને વિશે સમ્યગ્‌ દૃષ્ટિ આત્માને સ્વાધ્યાય સમાન તપ થયો નથી અને થવાનો નથી.

Linked texts (2)