Mahanisiha 273
Mahānisīha: ṭīkānusārī vivecana 273
- Language
- Gujarati
273
‘મહાનિશીથ’ સૂત્ર-૬૧૧ થી ૬૧૫ :– [૩/–/૬૧૧ થી ૬૧૫]
એક, બે, ત્રણ માસક્ષમણ કરે. અરે! સંવત્સરી સુધી ભૂખ્યો રહે કે સતત ઉપવાસ કરે, પણ સ્વાધ્યાય ધ્યાન રહિત હોય તે એક ઉપવાસનું પણ ફળ ન પામે.
ઉદ્ગમ, ઉત્પાદન, એષણાથી શુદ્ધ એવા જ આહારને હંમેશાં ગ્રહણ કરનાર જો મન, વચન, કાયાના ત્રણે યોગમાં એકાગ્ર ઉપયોગ રાખનાર હોય અને દરેક સમયે સ્વાધ્યાય કરતો હોય તો એકાગ્ર માનસવાળાઓને વરસ દિવસ સુધી ઉપવાસો કરનારની સાથે સરખામણી કરી શકાતી નથી. કેમકે એકાગ્રતાથી સ્વાધ્યાય કરનારને અનંત નિર્જરા થાય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સહનશીલતા, ઈન્દ્રિયોને દમનાર, નિર્જરાની અપેક્ષા રાખનાર, એવો મુનિ એકાગ્ર મનથી નિશ્ચલપણે જે સ્વાધ્યાય કરે છે. જે કોઈ પ્રશસ્ત એવા શ્રુતજ્ઞાનને સમજાવે છે, જે કોઈ શુભ ભાવવાળો તેને શ્રવણ કરે છે, તે બંને, ગૌતમ! તત્કાળ આશ્રવદ્વારો બંધ કરે છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati