Mahanisiha 274
Mahānisīha: ṭīkānusārī vivecana 274
- Language
- Gujarati
274
‘મહાનિશીથ’ સૂત્ર-૬૧૬ થી ૬૧૯ :– [૩/–/૬૧૬ થી ૬૧૯]
દુઃખી એવા એક જીવને પ્રતિબોધ પમાડીને જે મોક્ષમાર્ગમાં સ્થાપન કરે છે, તે દેવતા અને અસુરો સહિત આ જગતમાં અમારી પડહો વગાડનારા થાય છે. જેમ બીજી ધાતુની પ્રધાનતા યુક્ત સુવર્ણક્રિયા વગર કંચનભાવને પામતું નથી, તેમ સર્વે જીવો. જિનોપદેશ વિના પ્રતિબોધ પામતા નથી.
રાગ-દ્વેષ અને મોહથી રહિત થઈને જે શાસ્ત્રને જાણનારા ધર્મકથા કરે છે, તે પણ વિશ્રાંતિ લીધા વિના હંમેશાં ધર્મોપદેશ આપે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે. જો યથાર્થ પ્રકારે સૂત્ર અને અર્થની વ્યાખ્યા શ્રોતાને વક્તા કહે તો કહેનારને એકાંતે નિર્જરા થાય અને શ્રોતાને નિર્જરા થાય કે ન થાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati