Pramāṇa · Search · About · API

Mahanisiha 276

Mahānisīha: ṭīkānusārī vivecana 276

Language
Gujarati

276

‘મહાનિશીથ’ સૂત્ર-૬૨૧, ૬૨૨ :– [૩/–/૬૨૧, ૬૨૨]
ભગવન્‌! દર્શન કુશીલ કેટલા ભેદે હોય છે? ગૌતમ! બે ભેદે – (૧) આગમથી, (૨) નો-આગમથી.
તેમાં આગમથી સમ્યગ્‌ દર્શનમાં શંકા કરે, અન્યમતની અભિલાષા કરે, સાધુ-સાધ્વીના મેલા વસ્ત્રો અને શરીર જોઈને દુર્ગંધ કરે, ધૃણા કરે, ધર્મકરણનું ફળ મળશે કે નહીં તેમ શંકા કરે. સમ્યક્‌ત્વાદિ ગુણવંતની પ્રશંસા ન કરે. ધર્મની શ્રદ્ધા ચાલી જાય, સાધુપણું છોડવાની અભિલાષા વાળાને સ્થિર ન કરે. સાધર્મિકોનું વાત્સલ્ય ન કરવું. છતી શક્તિએ શાસન પ્રભાવના, ભક્તિ ન કરવી. એ આઠ સ્થાને દર્શન કુશીલ જાણવા.
નો-આગમથી દર્શનકુશીલ અનેક પ્રકારે સમજવા. તે આ પ્રમાણે – ચક્ષુકુશીલ, ઘ્રાણકુશીલ અનેક પ્રકારે સમજવા. તે આ પ્રમાણે – ચક્ષુકુશીલ, ઘ્રાણકુશીલ, શ્રવણકુશીલ, જિહ્વાકુશીલ, શરીરકુશીલ. તેમાં ચક્ષુકુશીલ ત્રણ પ્રકારે જાણવા – પ્રશસ્ત ચક્ષુકુશીલ, પ્રશસ્તા-પ્રશસ્ત ચક્ષુકુશીલ, અપ્રશસ્ત ચક્ષુકુશીલ.
તેમાં જે કોઈ પ્રશસ્ત એવા ઋષભાદિ બિંબ આગળ દૃષ્ટિ સ્થિર કરીને રહેલો હોય તેને જ જોતો, બીજા કોઈ પ્રશસ્ત પદાર્થને મનથી વિચારતો હોય તે પ્રશસ્ત ચક્ષુકુશીલ તથા પ્રશસ્તા-પ્રશસ્ત ચક્ષુકુશીલ એટલે હૃદય અને નેત્રોથી ભગવંતની પ્રતિમાના દર્શન કરતાં-કરતાં બીજા કોઈ પણ પદાર્થ તરફ નજર કરે. વળી પ્રશસ્તા-પ્રશસ્ત દ્રવ્યો જેવાં કે કાગડા, બગલા, ઢંક, તિતિર, મોર વગેરે કે મનોહર લાવણ્યયુક્ત સુંદર સ્ત્રીને જોઈને તેના તરફ દૃષ્ટિ કરે તે પણ પ્રશસ્તા-પ્રશસ્ત ચક્ષુકુશીલ કહેવાય.
અપ્રશસ્ત ચક્ષુકુશીલ –૬૩ પ્રકારે અપ્રશસ્ત સમ્યગ્દૃષ્ટિ કહી છે – ભગવન્‌! તે પ્રશસ્ત ૬૩-ચક્ષુભેદો કયા છે? ગૌતમ! આ –(૧) સભ્રુકટાક્ષ, (૨) તારા, (૩) મંદા, (૪) મદલસા, (૫) વંકા, (૬) વિવંકા, (૭) કુશીલા, (૮) અર્ધઈક્ષિતા, (૯) કાણઈક્ષિતા, (૧૦) ભ્રામિતા, (૧૧) ઉદ્દભ્રામિતા, (૧૨) ચલિતા, (૧૩) વલિતા,(૧૪)ચલવલિતા, (૧૫) અર્ધમિલિતા, (૧૬) મિલમિલમિલા, (૧૭) માનુષ્યા, (૧૮) પશવા, (૧૯) ચક્ષિકા, (૨૦) સરીસૃપા, (૨૧) અશાંતા, (૨૨) અપ્રશાંતા, (૨૩) અસ્થિરા, (૨૪) બહુવિકાશા, (૨૫) સાનુરાગા, (૨૬) રાગ ઉદારણી, (૨૭) રાગજા, (૨૮) ઉત્પાદાની, (૨૯) મદની, (૩૦) મોહણી, (૩૧) વ્યામોહની. (૩૨) ભય ઉદીરણી, (૩૩) ભયજનની, (૩૪) ભયંકરી, (૩૫) હૃદયભેદની, (૩૬) સંશયહરણી, (૩૭) ચમત્કાર ઉત્પાદની, (૩૮) નિબદ્ધા, (૩૯) અનિબદ્ધા, (૪૦) ગતા, (૪૧) આગતા, (૪૨) ગતાગતા, (૪૩) પ્રત્યાગતા, (૪૪) નિર્ધારણી, (૪૫) અભિલષણી, (૪૬) અરતિકરા, (૪૭) રતિકરા, (૪૮) દીના, (૪૯) દયામણી, (૫૦) શુરા, (૫૧) ધીરા, (૫૨) હણણી, (૫૩) મારણી, (૫૪) તાપણી, (૫૫) સંતાપણી, (૫૬) ક્રુદ્ધા, (૫૭) મહાઘોરા, (૫૮) ચંડી, (૫૯) રુદ્રા, (૬૦) હાહાભૂતશરણા, (૬૧) રુક્ષા, (૬૨) સ્નિગ્ધા, (૬૩) રૂક્ષાસ્નિગ્ધા. આ પ્રમાણે કુશીલદૃષ્ટિઓ અહીં જણાવી છે. તે નામના અનુસારે વ્યાખ્યા સમજી લેવી.
સ્ત્રીઓના ચરણ, અંગૂઠા, તેનો અગ્રભાગ, નખ, હાથ, જે સારી રીતે આલેખેલ હોય, લાલરંગ કે અલતાથી ગાત્રો અને નખ રંગેલા હોય, મણિના કિરણો એકઠાં થવાથી મેઘધનુષ્ય હોય તેવા નખને, કાચબા જેવા ઉન્નત ચરણને, સરખા ગોઠવાયેલ ગોળાકાર ગૂઢ જાનુને, જંઘાને, વિશાળ કટિતટના સ્થાનને, જઘન, નિતંબ, નાભિ, સ્તન, ગુપ્તસ્થાન પાસેના સ્થાનો, કંઠ, ભૂજાલષ્ટિ, અધર, હોઠ, દંતપંક્તિ, કાન, નાક, નેત્રયુગલ, ભ્રમર, મુખ, કપાળ, મસ્તક, કેશ, સેંથો, વાંકી કેશલટ, પીઠ, તિલક, કુંડલ, ગાલ, ખંજન, શ્યામવર્ણી, તમાલપત્ર સમાન કેશકલાપ, કંદોરો, નુપૂર, બાહુરક્ષક મણિરત્ન જડિત કડાં, કંકણ, મુદ્રિકાદિ મનોહર અને ઝળહળતા આભૂષણો, રેશમી ઝીણાં વસ્ત્રો, સુતરાઉ વેશભૂષા આદિથી સજાવટ કરીને કામાગ્નિને પ્રદીપ્ત કરનારી નારકી અને તિર્યંચગતિમાં અનંત દુઃખ અપાવનારી આ સ્ત્રીઓના અંગોપાંગ, ઉપાંગો, આભૂષણો આદિ અભિલાષાપૂર્વક સરાગ દૃષ્ટિથી દેખવું તે ચક્ષુકુશીલ કહેવાય.

Linked texts (2)