Pramāṇa · Search · About · API

Mahanisiha 277

Mahānisīha: ṭīkānusārī vivecana 277

Language
Gujarati

277

‘મહાનિશીથ’ સૂત્ર-૬૨૩, ૬૨૪ :– [૩/–/૬૨૩, ૬૨૪]
ઘ્રાણકુશીલ તેને કહેવાય, જે સારી સુગંધ લેવા જાય, દુર્ગન્ધ આવતી હોય તો નાક મચકોડે – દુર્ગંધ કહે.
શ્રવણકુશીલ બે ભેદે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં જે ભિક્ષુ અપ્રશસ્ત એવા કામરાગને ઉત્પન્ન કરનાર, ઉદ્દીપન કરનાર, ઉજ્જવલન કરનાર, ગંધર્વ, નાટક, ધનુર્વેદ, હસ્તશિક્ષા, કામશાસ્ત્ર, રતિશાસ્ત્ર આદિ શ્રવણ કરીને તેની આલોચના ન કરે યાવત્‌ તેનું પ્રાયશ્ચિત્ત આચરી ન આપે તે અપ્રશસ્ત શ્રવણકુશીલ જાણવો.
તથા જિહ્વાકુશીલ અનેક પ્રકારે જાણવા. તે આ પ્રમાણે – કડવા, તીખા, તૂરા, મધુર, ખાટા, ખારા રસોનો સ્વાદ કરવો. ન દેખેલા, ન સાંભળેલા, આલોક-પરલોક-ઉભયલોક વિરુદ્ધ દોષવાળા મકાર-જકારવાળા અપશબ્દોને ઉચ્ચારવા, અપયશ થાય તેવા ખોટાં આળ આપવાં, અછતાં કલંક ચડાવવા, શાસ્ત્ર જાણ્યા વિના ધર્મદેશના પ્રવૃત્તિ કરવી તે જિહ્વાકુશીલ જાણવા. ભગવન્‌! ભાષા બોલવાથી પણ શું કુશીલપણું થઈ જાય છે? ગૌતમ! હા, તેમ થાય છે. ભગવન્‌! તો શું ધર્મદેશના ન કરવી? ગૌતમ! સાવદ્ય-નિરવદ્ય વચનોનો તફાવત જે જાણતો નથી. તેને બોલવાનો પણ અધિકાર નથી. તો પછી ધર્મદેશના કરવાનો તો અવકાશ જ ક્યાં છે?

Linked texts (2)