Pramāṇa · Search · About · API

Mahanisiha 278

Mahānisīha: ṭīkānusārī vivecana 278

Language
Gujarati

278

‘મહાનિશીથ’ સૂત્ર-૬૨૫ :– [૩/–/૬૨૫]
શરીરકુશીલ બે ભેદે જાણવા – ચેષ્ટાકુશીલ, વિભૂષા કુશીલ. તેમાં જે ભિક્ષુ આ કૃતિસમૂહના આવાસરૂપ પક્ષીઓ અને શ્વાનોના માટે ભોજનરૂપ, સડવું-પડવું-નાશ પામવું એવા સ્વભાવવાળું અશુચિ, અશાશ્વત, સંસાર એવા શરીરને હંમેશાં આહારાદિથી પોષે, પંપાળે, તેવી ચેષ્ટા કરે, પરંતુ સેંકડો ભવોમાં દુર્લભ એવા જ્ઞાન-દર્શનાદિ સહિત એવા શરીર વડે અત્યંત ઘોર વીર ઉગ્ર કષ્ટકારી ઘોર તપ સંયમના અનુષ્ઠાનો ન આચરે તે ચેષ્ટાકુશીલ.
જે વિભૂષા કુશીલ છે, તે પણ અનેક પ્રકારે છે – શરીરને અભ્યંગન કરવું, ચોળાવવું, લેપો કરાવવા, અંગમર્દન કરાવવું, સ્નાન વિલેપન કરવા, મેલ ઘસીને દૂર કરવો, તંબોલ ખાવું, ધૂપ દેવડાવવો, સુગંધી વસ્તુથી શરીર કે વસ્ત્રો વાસિત કરવા, દાંત ઘસવા, લીસા કરવા, ચહેરો સુશોભિત બનાવવો, પુષ્પો કે તેની માળા પહેરવી, વાળ ઓળવા, પગરખાં, પાવડી વાપરવા, અભિમાનથી ગતિ કરવી-બોલવું-હસવું-બેસવું-ઉઠવું-પડવું-ખેંચવું-શરીરની વિભૂષા દેખાય તેમ કપડાં પહેરવા, દાંડો લેવો, આ બધાં શરીર વિભૂષા કુશીલ સાધુ સમજવા.
આ કુશીલ સાધુઓ પ્રવચનની ઉડાહણા - ઉપઘાત કરાવનાર, જેનું ભાવિ પરિણામ દુષ્ટ છે તેવા અશુભ લક્ષણવાળો, ન જોવાલાયક, મહાપાપકર્મી, વિભૂષાકુશીલ સાધુ હોય છે. આમ દર્શનકુશીલ પ્રકરણ પૂર્ણ થયું.

Linked texts (2)