Mahanisiha 279
Mahānisīha: ṭīkānusārī vivecana 279
- Language
- Gujarati
279
‘મહાનિશીથ’ સૂત્ર-૬૨૬ :– [૩/–/૬૨૬]
મૂલગુણ અને ઉત્તરગુણમાં ચારિત્રકુશીલ અનેક ભેદે જાણવા. તેમાં પાંચ મહાવ્રત અને રાત્રિભોજન છઠ્ઠું એમ મૂલગુણો કહ્યા. તે છમાં જે પ્રમાદ કરે, તેમાં પ્રાણાતિપાત એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ એકેન્દ્રિય જીવો, બે-થી-પાંચ ઈન્દ્રિયવાળા જીવોનો સંઘટ્ટો કરવો, પરિતાપ ઉપજાવવો, કિલામણા કરવી.
મૃષાવાદ બે ભેદે – સૂક્ષ્મ અને બાદર, તેમાં ‘‘પયલા ઉલ્લા મરુએ’’ કોઈ સાધુ દિવસે ઉંઘતો હતો. બીજાએ કહ્યું – દિવસે કેમ ઉંઘો છો? પેલો કહે – હું ઉંઘતો નથી. ફરી તેને નિદ્રા આવી, ફરી બીજા સાધુએ પૂછ્યું, ફરી પહેલો કહે ના ઉંઘતો નથી. આ સૂક્ષ્મ મૃષાવાદ.
કોઈ સાધુએ ભોજન સમયે કહ્યું – ભોજન કરો. તેણે જવાબ આપ્યો કે મારે પચ્ચક્ખાણ છે – એમ બોલી તુરંત ખાવા લાગ્યો. બીજા સાધુએ પૂછ્યું. હમણાં પચ્ચક્ખાણ છે તેમ કહી, ફરી ભોજન કરો છો? ત્યારે તે કહે કે શું મેં પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રતનું વિરતિ પચ્ચક્ખાણ કર્યું નથી? આ રીતે છળપ્રયોગથી સૂક્ષ્મ મૃષાવાદ. સૂક્ષ્મ મૃષાવાદ અને કન્યાલીક આદિ બાદર મૃષાવાદ.
વણ આપેલ ગ્રહણ કરવું, તેના બે ભેદ – સૂક્ષ્મ અને બાદર. તેમાં તૃણ, ઢેફા, રાખની કુંડી આદિ લેવા તે સૂક્ષ્મ અદત્તાદાન. અણ ઘડેલ કે ઘડેલ સુવર્ણાદિ લેવા રૂપ બાદર અદત્તાદાન જાણવું.
તથા મૈથુન-દિવ્ય અને ઔદારિક. તે પણ મન, વચન, કાયાથી કરણ-કરાવણ, અનુમોદન એમ ભાંગાથી અઢાર ભેદે જાણવું તેમજ કરકર્મ સચિત-અચિત ભેદોવાળું ઈત્યાદિ જાણવું.
માંડલીમાં પરિગ્રહ બે ભેદે – સૂક્ષ્મ અને બાદર. વસ્ત્રપાત્રનું મમત્વ-ભાવથી રક્ષણ કરવું. બીજાને વાપરવા ન આપવા તે સૂક્ષ્મ પરિગ્રહ. હિરણ્યાદિ ગ્રહણ કરવા કે ધારણ કરી રાખવા. માલિકી રાખવી, તે બાદર પરિગ્રહ જાણવો. રાત્રિભોજન દિવસે લઈ રાત્રે ખાવું, દિવસે લઈ બીજે દિવસે ખાવું, રાત્રે લઈ દિવસે ખાવું. રાત્રે લઈ રાત્રે ખાવું. ઈત્યાદિ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati