Pramāṇa · Search · About · API

Mahanisiha 287

Mahānisīha: ṭīkānusārī vivecana 287

Language
Gujarati

287

‘મહાનિશીથ’ સૂત્ર-૬૪૫ :– [૩/–/૬૪૫]
તપ કુશીલ બે ભેદે – બાહ્ય તપકુશીલ, અભ્યંતર તપ કુશીલ. જે કોઈ મુનિ વિચિત્ર એવું વિશિષ્ટ લાંબા સમયનું ઉપવાસાદિ તપ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાર્ય ક્લેશ, અંગોપાંગ સંકોચવા રૂપ સંલીનતા. આ છ તપમાં છતી શક્તિએ ઉદ્યમ કરતાં નથી, તે બાહ્ય તપકુશીલ કહેવાય.
તથા જે કોઈ વિવિધ પ્રાયશ્ચિત્ત લેવા, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ એ છ ભેદે અભ્યંતર તપમાં ઉદ્યમ કરતાં નથી તે આભ્યંતર તપકુશીલ કહેવાય.

Linked texts (2)