Mahanisiha 289
Mahānisīha: ṭīkānusārī vivecana 289
- Language
- Gujarati
289
‘મહાનિશીથ’ સૂત્ર-૬૪૮ :– [૩/–/૬૪૮]
અભિગ્રહો-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તેમાં દ્રવ્ય અભિગ્રહમાં બાફેલા અડદ વગેરે દ્રવ્ય ગ્રહણ કરવા. ક્ષેત્રથી ગામમાં કે ગામ બહાર ગ્રહણ કરવું. કાળથી પહેલી વગેરે પોરિસીમાં ગ્રહણ કરવું. ભાવથી ક્રોધાદિ કષાયવાળો આપે તો ગ્રહણ કરીશ.
આ પ્રમાણે ઉત્તરગુણો સંક્ષેપથી કહ્યા. તેમ કહેતાં ચારિત્રાચાર પણ સંક્ષેપથી પૂર્ણ થયો. તપાચાર પણ સંક્ષેપથી તેમાં આવી ગયો. તેમજ વીર્યાચાર તે કહેવાય જે આ પાંચ આચારોમાં ન્યૂન આચાર ન સેવે. આ પાંચે આચારોમાં જે કોઈ અતિચારોમાં જાણી-જોઈને અજાણ્યાથી, દર્પથી, પ્રમાદથી, કલ્પથી, કે જયણાથી જે પ્રમાણે પાપ સેવ્યું હોય તે પ્રમાણે ગુરુ પાસે આલોવીને માર્ગ જાણનાર ગીતાર્થ ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે બરાબર આચરે. આ પ્રકારે ૧૮,૦૦૦ શીલાંગોમાં જે પદમાં પ્રમાદ સેવ્યો હોય, તેને તે-તે પ્રમાદકુશીલ સમજવો.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati