Mahanisiha 290
Mahānisīha: ṭīkānusārī vivecana 290
- Language
- Gujarati
290
‘મહાનિશીથ’ સૂત્ર-૬૪૯ :– [૩/–/૬૪૯]
તે પ્રમાણે ઓસન્ના વિશે જાણવું. જ્ઞાનાદિના પાસત્થા, સ્વચ્છંદ, ઉત્સૂત્રગામી, શબલોને અહીં લખતા નથી. અહીં ક્યાંક ક્યાંક જે બીજી વાચના હોય તો તે સારી રીતે શાસ્ત્રસાર જાણેલા ગીતાર્થવર્યો સંબંધ જોડી દેવો. કેમકે મૂળ પ્રત ઘણી વિનષ્ટ થઈ છે. આગળ જ્યાં-જ્યાં સંબંધ જોડવાની જરૂર પડી ત્યાં-ત્યાં શ્રુતધરોએ એકઠાં મળીને અંગોપાંગ સહિત બાર અંગરૂપ શ્રુતસમુદ્રમાંથી અન્ય-અન્ય અંગ, ઉપાંગ, શ્રુત, સ્કંધ, અધ્યયન, ઉદ્દેશામાંથી યોગ્ય સંબંધો એકઠાં કરીને જે કંઈ સંબંધ ધરાવતા હતા તે અહીં લખેલા છે. પણ પોતે કહેલું અહીં કંઈ ગોઠવેલ નથી.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati