Mahanisiha 291
Mahānisīha: ṭīkānusārī vivecana 291
- Language
- Gujarati
291
‘મહાનિશીથ’ સૂત્ર-૬૫૦ થી ૬૫૩ :– [૩/–/૬૫૦ થી ૬૫૩]
અતિશય મોટા એવા આ પાંચ પાપો જે વર્જતા નથી, તેઓ હે ગૌતમ! જેમ સુમતિ નામક શ્રાવક કુશીલ આદિ સાથે સંલાપ આદિ પાપ કરીને ભવમાં ભમ્યો, તેમ ભમશે.
ભવસ્થિતિ, કાર્યસ્થિતિવાળા સંસારમાં છોટ દુઃખોમાં સબડતા બોધિ, અહિંસાદિ લક્ષણયુક્ત દશવિધ ધર્મ પામી શકતો નથી. ઋષિના આશ્રમમાં તેમજ ભિલ્લના ઘરમાં રહેલા પોપટ જેમ સંસર્ગ ગુણદોષથી એકને મધુર બોલતા આવડ્યું, બીજાને અપશબ્દ બોલતાં આવડ્યું. હે ગૌતમ! જેવી રીતે આ બંને પોપટને સંસર્ગદોષનું પરિણામ આવ્યું, તે જ પ્રમાણે આત્મહિતના ઈચ્છાવાળાએ આ પક્ષની હકીકત જાણીને સર્વ ઉપાયથી કુશીલ સંસર્ગનો ત્યાગ કરવો.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati