Pramāṇa · Search · About · API

Mahanisiha 292

Mahānisīha: ṭīkānusārī vivecana 292

Language
Gujarati

292

‘મહાનિશીથ’ સૂત્ર-૬૫૪ :– [૪/–/૬૫૪]
ભગવન્‌! તે સુમતિએ કુશીલ સંસર્ગ કેવી રીતે કર્યો હતો કે જેણે આવા ભયંકર દુઃખ પરિણામી ભવસ્થિતિ અને કાર્યસ્થિતિ વાળા અપાર ભવસમુદ્રમાં દુઃખથી સંતપ્ત થઈને ભ્રમણ કરશે? સર્વજ્ઞોક્ત અહિંસા લક્ષણવાળા ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મને અને સમ્યક્‌ત્વને નહીં પામે? ગૌતમ! તે આ છે–
ભરત ક્ષેત્રમાં મગધ દેશમાં કુશસ્થળ નગર હતું. તેમાં પુણ્ય-પાપ સમજનાર, જીવાજીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જેણે સારી રીતે જાણેલ છે, એવા મોટી ઋદ્ધિવાળા સુમતિ અને નાગિલ નામે બે ભાઈઓ શ્રાવકધર્મ પાળતા હતા. કોઈ સમયે અંતરાય કર્મના ઉદયથી તેમનો વૈભવ વિલય પામ્યો. પણ સત્ત્વ અને પરાક્રમ તો પહેલાંના જ હતાં. અચલિત સત્વ પરાક્રમી, અત્યંત પરલોકભીરુ, કુડ-કપટ-જૂઠથી વિરમેલા, ભગવંત ઉપદિષ્ટ ચારે પ્રકારે દાનાદિ ધર્મ સેવતા હતા. કોઈની ખટપટ નિંદા ન કરતા, નમ્રતા સેવતા, સરળ સ્વભાવી, ગુણરૂપ રત્નોના નિવાસ-સ્થાનરૂપ, ક્ષમાના દરિયા, સજ્જનની મૈત્રી સેવનાર, ઘણાં દિવસો સુધી જેના ગુણો વર્ણવી શકાય, તેવા ગુણભંડારસમ શ્રાવકો હતા.
તેમના અશુભકર્મના ઉદયે તેમની સંપત્તિ અષ્ટાહ્નિકા મહોત્સવાદિ ઈષ્ટદેવતાના ઈચ્છિત પૂજા-સત્કાર, સાધર્મિક સન્માન, બંધુવર્ગના વ્યવહારાદિ માટે અસમર્થ થઈ.

Linked texts (2)