Mahanisiha 293
Mahānisīha: ṭīkānusārī vivecana 293
- Language
- Gujarati
293
‘મહાનિશીથ’ સૂત્ર-૬૫૫ થી ૬૬૦ :– [૪/–/૬૫૫ થી ૬૬૦]
કોઈ સમયે ઘેર પરોણા આવે તેને સત્કારી શકાતા નથી. સ્નેહી વર્ગોના મનોરથો પૂરી શકાતા નથી. મિત્ર-સ્વજન-કુટુંબી-બાંધવ-સ્ત્રી-પુત્રો -ભત્રીજાઓ સંબંધ ઘટાડી દૂર ખસી ગયા ત્યારે વિષાદ પામેલા તે શ્રાવકોએ ચિંતવ્યું કે – પુરુષ પાસે જો વૈભવ હોય છે તો તે લોકો તેની આજ્ઞા સ્વીકારે છે. બાકી જળરહિત મેઘને વીજળી પણ દૂરથી ત્યાગે છે. એમ વિચારી તેઓ પરસ્પર કહેવા લાગ્યા. પહેલાં સુમતિએ નાગીલ ભાઈને કહ્યું કે મન અને ધન રહિત ભાગ્યહીન પુરુષે એવા દેશમાં ચાલ્યા જેવું કે જ્યાં પોતાના સંબંધી કે આવાસો ન દેખાય. બીજાએ પણ કહ્યું કે જેની પાસે ધન હોય તેની પાસે લોકો આવે છે. જેની પાસે અર્થ હોય તેને ઘણાં બંધુઓ હોય છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati