Pramāṇa · Search · About · API

Mahanisiha 295

Mahānisīha: ṭīkānusārī vivecana 295

Language
Gujarati

295

‘મહાનિશીથ’ સૂત્ર-૬૬૨ :– [૪/–/૬૬૨]
દેશાંતર પ્રયાણ કરતાં તે બંનેએ માર્ગમાં પાંચ સાધુ અને છઠ્ઠો શ્રાવક જોયા. ત્યારે નાગીલે સુમતિને કહ્યું કે હે સુમતિ! જો જો આ સાધુનો સાર્થ કેવો છે, તો આપણે તેમની સાથે જોઈએ. તેણે કહ્યું, ભલે તેમ થાઓ. પછી તેના સાર્થમાં સાથે ચાલ્યા. માત્ર એક મુકામે જવા પ્રયાણ કર્યુ, ત્યાં નાગીલે સુમતિને કહ્યું – હરિવંશના તિલકભૂત મરકત રત્ન સમાન શ્યામ કાંતિવાળા સુગ્રાહ્ય નામવાળા બાવીસમાં તીર્થંકર શ્રી અરિષ્ઠ-નેમિના ચરણકમળમાં મેં આ પ્રમાણે સાંભળીને અવધારેલ કે આવા પ્રકારના અણગાર રૂપને ધારણ કરનારા કુશીલ ગણાય છે. જે કુશીલ છે તેમને દૃષ્ટિથી પણ જોવા ન કલ્પે. આ સાધુઓ તેવા છે, તેમના સાથે થોડો પણ ગમન સંસર્ગ ન કલ્પે. માટે તેમને ચાલ્યા જવા દો. આપણે કોઈ નાના સાર્થ સાથે જઈશેં કેમકે તીર્થંકર વચનનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. દેવો અને અસુરોવાળા આ જગતને પણ તીર્થંકર વાણી ઉલ્લંઘવા લાયક નથી. બીજું એ કે – જ્યાં સુધી તેમની સાથે ચાલીએ ત્યાં સુધી તેમના દર્શન તો ઠીક આલાપ-સંલાપાદિ પણ નિયમા કરવા પડે. તો શું આપણે તીર્થંકરની વાણી ઉલ્લંઘીને જવું. એમ વિચારી સુમતિનો હાથ પકડી નાગીલ ત્યાંથી નીકળી ગયો.

Linked texts (2)