Pramāṇa · Search · About · API

Mahanisiha 296

Mahānisīha: ṭīkānusārī vivecana 296

Language
Gujarati

296

‘મહાનિશીથ’ સૂત્ર-૬૬૩ થી ૬૬૯ :– [૪/–/૬૬૩ થી ૬૬૯]
નેત્રથી નીહાળેલ, શુદ્ધ અને નિર્જીવભૂમિ ઉપર બેઠો. ત્યારપછી સુમતિએ કહ્યું કે જ્ઞાન આપનાર ગુરુ, માતા-પિતા, વડીલબંધુ તેમજ બહેન અથવા જ્યાં સામો પ્રત્યુત્તર આપી શકાતો ન હોય ત્યાં હે દેવ! મારે શું કહેવું. તેઓની આજ્ઞા થાય તે પ્રમાણપૂર્વક તહત્તિ એમ કહીને સ્વીકારવાની જ હોય. આ મારા માટે ઈષ્ટ છે કે અનિષ્ટ છે તેનો તેમાં વિચારવાનો અવકાશ નથી. પણ આજે તો આ વિષયમાં આર્યને આનો ઉત્તર આપવો જ પડશે અને તે પણ આકરા કઠોર કર્કશ અનિષ્ટ દુષ્ટ નિષ્ઠુર શબ્દોથી જ અથવા તો મોટા ભાઈ પાસે મારી જીભ કેમ ઉપડે કે જેના ખોળે હું વસ્ત્ર રહિત, અશુચિથી ખરડાયેલ અંગવાળો અનેક વખત રમેલો છું અથવા તે પોતે આવું અણઘટતું બોલતા શરમાતા નથી? કે આ કુશીલો છે, તે સાધુને નજરે પણ ન જોવા જોઈએ. જેટલામાં તે આ વિચારે છે, તેટલામાં ઈંગિતાકાર જાણવામાં કુશળ મોટાભાઈ નાગીલે તેનો હૃદયગત ભાવ જાણી ગયા કે આ સુમતિ ખોટો કષાયવાળો થાય છે. તો હવે તેને શો પ્રત્યુત્તર આપવો?

Linked texts (2)