Pramāṇa · Search · About · API

Mahanisiha 297

Mahānisīha: ṭīkānusārī vivecana 297

Language
Gujarati

297

‘મહાનિશીથ’ સૂત્ર-૬૭૦ થી ૬૭૬ :– [૪/–/૬૭૦ થી ૬૭૬]
કારણ વિના, પ્રસંગ વિના ક્રોધાયમાન થયેલો ભલે હાલ એમ જ રહે, અત્યારે કદાચ કહીશ તો પણ માનશે નહીં. તો હાલ તેને સમજાવવો કે કાલક્ષેપ કરવો? કાળ પસાર થતાં તેના કષાયો શાંત થશે પછી મારી વાત સ્વીકારશે. અથવા તો હાલ તેના સંશયને દૂર કરું. વિશેષ સમજ વિના આ ભદ્રિકને કંઈ સમજાશે નહીં. એમ વિચારીને નાગીલે સુમતિને કહ્યું – હે બંધુ! હું તને દોષ આપતો નથી. હું આ વિષયમાં મારો જ દોષ માનું છું. હિતબુદ્ધિથી સગા ભાઈને કહીએ તો પણ કોપાયમાન થાય છે. આઠ કર્મની જાળમાં સપડાયેલા જીવોનો જ અહીં દોષ છે કે ચારે ગતિથી બહાર કાઢનાર હિતોપદેશ તેને અસર ન કરે. સજ્જડ રાગ, દ્વેષ, કદાગ્રહ, અજ્ઞાન, મિથ્યાત્વ દોષથી ખવાઈ ગયેલા મનવાળાઓને હિતોપદેશરૂપ અમૃત પણ કાલકૂટ વિષ લાગે છે.

Linked texts (2)