Pramāṇa · Search · About · API

Mahanisiha 300

Mahānisīha: ṭīkānusārī vivecana 300

Language
Gujarati

300

‘મહાનિશીથ’ સૂત્ર-૬૭૯ :– [૪/–/૬૭૯]
ભગવન્‌! ત્યાંથી મરીને સુમતિનો જીવ ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! ત્યાં જ પ્રતિસંતાપદાયક નામના સ્થળમાં એ જ ક્રમથી સાત ભવ સુધી અંડગોલિક મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યારપછી દુષ્ટ શ્વાનના ભવમાં, ત્યારપછી કાળા શ્વાનમાં, પછી વ્યંતરમાં, પછી લંબડાની વનસ્પતિમાં, પછી મનુષ્યની સ્ત્રીમાં, પછી છઠ્ઠી નારકીમાં, પછી કુષ્ઠી મનુષ્યમાં, પછી વ્યંતર, પછી મહાકાયવાળો યૂથાધિપતિ હાથી, ત્યાં મૈથુનમાં અતિ આસક્ત હોવાથી અનંતકાય વનસ્પતિમાં ત્યા અનંતો કાળ જન્મ-મરણના દુઃખ અનુભવીને મનુષ્ય થશે. પછી મનુષ્યપણામાં મહાનિમિત્તિયો. પછી સાતમી નારકીમાં પછી સ્વયંભૂ-રમણ સુમદ્રમાં મોટો મત્સ્ય થશે. અનેક જીવોનો મત્સ્યાહાર કરીને મરીને સાતમી નરકે જશે.
ત્યારપછી આખલો, પછી મનુષ્યમાં, પછી વૃક્ષ ઉપર કોકીલા, પછી જળો, પછી મહામત્સ્ય, પછી તંદુલ મત્સ્ય, પછી સાતમીએ, પછી ગધેડો, પછી કૂતરો, પછી કૃમિજીવ, પછી દેડકો, પછી અગ્નિકાયમાં પછી કુંથુઓ, પછી મધમાખીમાં, પછી ચકલો, પછી ઉધઈ, પછી વનસ્પતિમાં, તેમાં અનંતકાળ પસાર કરીને મનુષ્યમાં સ્ત્રીરત્ન પછી છઠ્ઠી નરકે, પછી ઊંટ, પછી વેષામંકિત નામના પટ્ટણમાં ઉપાધ્યાયના ગૃહ નજીક લીંબડાના પત્રપણે વનસ્પતિમાં, પછી મનુષ્યમાં ઠીંગણી કુબ્જા સ્ત્રી, પછી નપુંસક મનુષ્ય, પછી દુઃખી મનુષ્ય, પછી ભીખ માંગનારમાં, પછી પૃથ્વીકાયાદિ કાયોમાં ભવસ્થિતિ અને કાયસ્થિતિ દરેકમાં ભોગવનાર, પછી મનુષ્ય, પછી અજ્ઞાન તપસ્યા કરનાર, પછી વ્યંતરમાં, પછી પુરોહિત, પછી પણ સાતમીએ, પછી તંદુલ મત્સ્ય, પછી સાતમી નરકમાં, પછી બળદ, પછી મનુષ્યમાં મહાસમ્યગ્‌ દૃષ્ટિ અવિરતિ ચક્રવર્તી, પછી પહેલી નારકીમાં, પછી પણ શ્રીમંત શેઠ, પછી શ્રમણ અણગારપણામાં, ત્યાંથી અનુત્તર દેવલોકમાં પછી પણ ચક્રવર્તી મહાસંઘવાળા થઈને કામભોગથી વૈરાગ્ય પામીને તીર્થંકર ભગવંતે ઉપદેશેલા સંપૂર્ણ સંયમની સાધના કરીને નિર્વાણ પામશે.

Linked texts (2)