Pramāṇa · Search · About · API

Mahanisiha 302

Mahānisīha: ṭīkānusārī vivecana 302

Language
Gujarati

302

‘મહાનિશીથ’ સૂત્ર-૬૮૧ :– [૪/–/૬૮૧]
ભગવન્‌! તે સુમતિના જીવે તે સમયે શ્રમણત્વ અંગીકાર કર્યું તો પણ આવા નરક, તિર્યંચ, મનુષ્ય, અસુરાદિ ગતિમાં જુદા જુદા ભવોમાં આટલો કાળ સંસારમાં કેમ ભમ્યો? ગૌતમ! જે આગમને બાધા પહોંચાડે તેવા લિંગ, વેશાદિ ગ્રહણ કરવામાં આવે તે કેવળ દંભ જ છે અને અતિ લાંબા સંસારના કારણભૂત ગણાય છે. તેની કેટલી લાંબી મર્યાદા છે, તે જણાવી શકાતી નથી. તે જ કારણે સંયમ દુષ્કર મનાયેલું છે.
વળી, બીજી એ વાત લક્ષમાં રાખવી કે શ્રમણપણામાં પહેલાં સંયમ સ્થાનમાં કુશીલ-સંસર્ગીનો ત્યાગ કરવાનો છે. જો તેનો ત્યાગ ન કરે તો સંયમ જ ટકતું નથી. તો સુંદર મતિવાળા સાધુએ તે જ આચરવું, તેની જ પ્રશંસા કરવી, તેની જ ઉન્નતિ કરવી. તેની જ સલાહ આપવી. તે જ આચરવું કે જે ભગવંતે કહેલાં આગમમાં હોય. આ પ્રમાણે સૂત્રનું અતિક્રમણ કરીને જેમ સુમતિ લાંબા સંસારમાં રખડ્યો, તેમજ બીજા પણ સુંદર વિદુર, સુદર્શન, શેખર, નીલભદ્ર, સંભોમય, ખગ્ગધારી, સ્તેનશ્રમણ, દુર્દાન્ત દેવ, રક્ષિતમુનિ, વગેરે થઈ ગયા. તેની કેટલી સંખ્યા કહેવી? માટે આ વિષયનો પરમાર્થ જાણીને કુશીલ સંસર્ગ સર્વથા વર્જવો.

Linked texts (2)