Mahanisiha 304
Mahānisīha: ṭīkānusārī vivecana 304
- Language
- Gujarati
304
‘મહાનિશીથ’ સૂત્ર-૬૮૩ :– [૪/–/૬૮૩]
ભગવન્! નાગીલ શ્રાવક ક્યાં ઉત્પન્ન થયો? હે ગૌતમ! તે સિદ્ધિ ગતિમાં ગયો.
ભગવન્! કેવી રીતે? ગૌતમ! તે નાગીલ શ્રાવકે તે કુશીલ સાધુ પાસેથી છૂટા પડીને ઘણાં શ્રાવકો અને વૃક્ષોથી વ્યાપ્ત ઘોરથી ભયંકર અટવીમાં સર્વ પાપ કલિમલના કલંક રહિત ચરમ હિતકારી સેંકડો ભવોમાં પણ અતિદુર્લભ તીર્થંકર ભગવંતનું વચન છે એમ જાણીને–
નિર્જીવ પ્રદેશમાં જેમાં શરીરની સારસંભાળ કે ટાપટીપ ન કરવા પડે તેવું નિરતિચાર પાદપોપગમન અનશન અંગીકાર કરેલ હતું.
હવે કોઈ સમયે તે જ પ્રદેશમાં વિચરતા અરિષ્ટનેમિ તીર્થંકર ભગવંત, અચલિત સત્વવાળા આ ભવ્યાત્માની પાસે તેના ઉપકાર માટે આવી પહોંચ્યા. ઉત્તમાર્થ - સમાધિમરણ સાધી આપનાર અતિશયવયાળી દેશના કહી. જળવાળા મેઘસમાન ગંભીર અને દેવદુંદુભિ સમાન સુંદર સ્વરવાળી તીર્થંકરની વાણી શ્રવણ કરે તો શુભ અધ્યવસાય કરતો અપૂર્વકરણથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈ અંતકૃત્ કેવલી થયો.
એ કારણથી એ પ્રમાણે કહેવાય છે કે હે ગૌતમ! તે સિદ્ધિ પામ્યો. માટે હે ગૌતમ! કુશીલ સંસર્ગનો ત્યાગ કરનારને આટલું અંતર થાય છે.
૦ ચોથા અધ્યયનને અંતે મહાનિશીથ સૂત્રનું પુનઃ સંપાદન કરનાર પૂર્વકાલીન મહર્ષિનું વક્તવ્ય –
આ ચોથા અધ્યયનમાં સિદ્ધાંત જ્ઞાતાઓ કેટલાંક આલાપકોની સમ્યક્ શ્રદ્ધા કરતાં નથી. તેઓ અશ્રદ્ધા કરતાં હોવાથી અમે પણ સમ્યગ્ શ્રદ્ધા નથી કરતાં એમ આચાર્ય હરિભદ્ર સૂરિજીનું કથન છે. આખું ચોથું અધ્યયન એકલું નહીં, બીજા અધ્યયનો પણ આ ચોથા અધ્યયનના કેટલાંક પરિમિત આલાપકોનું અશ્રદ્ધાન કરે છે, એવો ભાવ અહીં સમજવો.
કેમકે સ્થાન, સમવાય, જીવાભિગમ, પ્રજ્ઞાપના વગેરે સૂત્રોમાં આ કોઈ હકીકત કહેલી નથી, કે પ્રતિસંતાપક સ્થળ છે. તેની ગુફામાં વાસ કરનાર મનુષ્યો છે. તેમાં પરમાધામી અસુરો ફરી ફરી સાત-આઠ વખત સુધી ઉત્પન્ન થાય છે. તેઓને દારૂણ વજ્રશીલાની ઘંટીના પડો વચ્ચે પીલાવું પડે છે. અતિશય પીલાતા અને વેદના અનુભવતા હોવા છતાં એક વર્ષ સુધી તેના પ્રાણોનો નાશ થતો નથી.
[પરંતુ] વૃદ્ધવાદ એવો છે કે આ આર્ષસૂત્ર છે. તેમાં વિકૃતિનો પ્રવેશ થયો નથી. આ શ્રુતસ્કંધમાં ઘણાં જ અર્થો રહેલા છે. સુંદર અતિશય સહિત અર્થાત્ અતિશય યુક્ત કહેલાં આ ગણધરોના વચનો છે. આમ હોવાથી અહીં લગીર પણ શંકા ન કરવી.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati