Mahanisiha 306
Mahānisīha: ṭīkānusārī vivecana 306
- Language
- Gujarati
306
‘મહાનિશીથ’ સૂત્ર-૬૮૬ થી ૬૯૧ :– [૫/–/૬૮૬ થી ૬૯૧]
ગૌતમ! એવા પ્રાણી છે જેઓ ઉન્માર્ગમાં પ્રવેશેલા ગચ્છમાં વાસ કરીને ભવ-પરંપરામાં ભ્રમણ કરે છે. અર્ધપ્રહર, એક પ્રહર દિવસ, એક પક્ષ, એક માસ કે એક વર્ષ સુધી પણ સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં ગુરુકુળ વાસમાં રહેનાર સાધુ હે ગૌતમ! લીલા લહેર કરતો કે આળસ કરતો નિરુત્સાહવાળી બુદ્ધિ કે મનથી રહેતો હોય પરંતુ મહાનુભાવ એવા ઉત્તમ સાધુના પક્ષને દેખીને મંદ ઉત્સાહી સાધુ પણ સર્વ પરાક્રમ કરવા ઉત્સાહી થાય છે. વળી શંકા, ભય, લજ્જાદિથી તેનું વીર્ય ઉલ્લસિત થાય છે. ગૌતમ! જીવની વીર્યશક્તિ ઉલ્લસિત થતાં જન્માંતર માં કરેલા પાપોને હૃદયના ભાવથી બાળી નાંખે છે. માટે નિપુણતાથી સન્માર્ગમાં પ્રવેશેલા ગચ્છને તપાસીને તેમાં સંયત મુનિએ જીવનપર્યન્ત નિવાસ કરવો.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati