Pramāṇa · Search · About · API

Mahanisiha 307

Mahānisīha: ṭīkānusārī vivecana 307

Language
Gujarati

307

‘મહાનિશીથ’ સૂત્ર-૬૯૨ :– [૫/–/૬૯૨]
ભગવન્‌! એવા કયા ગચ્છો છે, જેમાં વાસ કરાય? એ રીતે ગચ્છની પૃચ્છા આદિ આ પ્રમાણે કહેલી જાણવી. ગૌતમ! જેમ શત્રુ અને મિત્રપક્ષ તરફ સમાન ભાવ વર્તતો હોય. અત્યંત સુનિર્મળ વિશુદ્ધ અંતઃકરણવાળા સાધુઓ હોય. આશાતના કરવામાં ભય રાખતા હોય. પોતાને અને બીજાના આત્માનો ઉપકાર કરવામાં ઉદ્યમી હોય. છ જીવનિકાયના જીવો ઉપર અત્યંત વાત્સલ્ય કરનારા હોય. સર્વ પ્રમાદના આલંબનથી મુક્ત હોય. અત્યંત અપ્રમાદી વિશેષ પ્રકારે જાણેલા શાસ્ત્રોના સદ્ભાવ વાળા, રૌદ્ર અને આર્તધ્યાન રહિત, સર્વથા બળ-વીર્ય-પુરુષકાર પરાક્રમને ગોપવનારા, એકાંતે સાધ્વીના પાત્રા-કપડાં વગેરે વહોરેલા હોય તેનો ભોગ ન કરનારા, એકાંત ધર્મનો અંતરાય કરવામાં બીક રાખનાર, તત્વ તરફ રૂચી કરનાર, પરાક્રમ કરવાની રૂચિવાળા, એકાંતે સ્ત્રીકથા, ભોજન કથા, ચોર કથા, રાજકથા, દેશ કથા, આચાર પરિભ્રષ્ટોની કથા ન કરનારા, એ રીતે વિચિત્ર અપ્રમેય તેમજ સર્વ પ્રકારની વિકથા કરવાથી વિપ્રમુક્ત, એકાંતે યથાશક્તિ ૧૮,૦૦૦ શીલાંગોના આરાધક, સમગ્ર રાત-દિવસ દરેક સમયે કંટાળ્યા વિના શાસ્ત્રમાં કહેલા મોક્ષમાર્ગની પ્રરૂપણા કરનારા, ઘણાં ગુણોથી યુક્ત, માર્ગમાં રહેલ, અસ્ખલિત, અખંડિત શીલગુણના ધારક હોવાથી મહાયશ વાળા, મહા સત્વવાળા, મહાનુભાવ જ્ઞાન, દર્શન, ચારિત્રના ગુણયુક્ત એવા ત્રણને ધારણ કરનારા આચાર્ય હોય છે. તેવા ગુણવાળા આચાર્યની નિશ્રામાં જ્ઞાનાદિક મોક્ષ-માર્ગની આરાધના કરનાર ગચ્છ કહેવાય.

Linked texts (2)