Pramāṇa · Search · About · API

Mahanisiha 31

Mahānisīha: ṭīkānusārī vivecana 31

Language
Gujarati

31

‘મહાનિશીથ’ સૂત્ર-૭૧ થી ૭૫ :– [૧/–/૭૧ થી ૭૫]
હા હા! મેં દુષ્ટ કાર્ય કર્યું, હા હા! મેં દુષ્ટ વિચાર્યું. હા હા! મેં ખોટી અનુમોદના કરી. એ રીતે સંવેગથી અને ભાવથી આલોચના કરનાર કેવળજ્ઞાન મેળવે.
ઈર્યાસમિતિ પૂર્વક પગ મૂકતાં કેવલી થાય, મુહપત્તિ પ્રતિલેખનથી કેવલી થાય, આલોચના કરતાં કેવલી થાય. ‘હા હા! હું પાપી છું.’ એમ વિચારતા કેવલી થાય. ‘હા હા! મેં ઉન્મત્ત બની ઉન્માર્ગ પ્રરૂપણા કરી’ એમ પશ્ચાત્તાપ કરતાં કેવલી થાય. અણગારપણામાં કેવલી થાય. ‘સાવદ્ય યોગ સેવીશ નહીં’ એ રીતે અખંડિત શીલપાલનથી કેવલી થાય. સર્વ પ્રકારે શીલનું રક્ષણ કરતાં કરોડ પ્રકારે પ્રાયશ્ચિત્ત કરતાં પણ કેવલી થાય.

Linked texts (2)