Pramāṇa · Search · About · API

Mahanisiha 310

Mahānisīha: ṭīkānusārī vivecana 310

Language
Gujarati

310

‘મહાનિશીથ’ સૂત્ર-૬૯૫ :– [૫/–/૬૯૫]
ભગવન્‌! સંખ્યાતીત ગચ્છ મર્યાદા સ્થાનોમાં એવું કોઈ સ્થાન છે જે ઉત્સર્ગ કે અપવાદ કોઈ રીતે પ્રમાદ દોષથી વારંવાર મર્યાદા કે આજ્ઞા ઉલ્લંઘે તો પણ આરાધક થાય? નિશ્ચયથી ન થાય. ભગવન્‌! એમ કેમ કહ્યું? તીર્થંકરો તીર્થને કરનારા છે. તીર્થ-ચાર વર્ણવાળો તે શ્રમણ સંઘ ગચ્છોમાં પ્રતિષ્ઠિત હોય છે. ગચ્છોમાં સમ્યગ્‌ દર્શન-જ્ઞાન-ચારિત્ર-પ્રતિષ્ઠિત થયેલ છે.
આ સમ્યગ્‌દર્શન જ્ઞાન-ચારિત્ર-પરમપૂજ્યોમાં પણ વધુ શરણ કરવા યોગ્ય છે. અતિશય સેવ્ય છે, વિશેષ સેવન યોગ્ય છે. આવા શરણ્ય, પૂજ્ય, સેવ્ય દર્શનાદિને જે કોઈ ગચ્છમાં કોઈ પણ સ્થાનમાં કોઈ પ્રકારે વિરાધે, તે ગચ્છ સમ્યગ્‌માર્ગ નાશક, ઉન્માર્ગદેશક થાય છે. જ્યાં આ બંને થાય તે નિશ્ચે આજ્ઞા વિરાધક થાય છે. આ કારણે હે ગૌતમ! એમ કહેવાય છે કે – સંખ્યાતીત ગચ્છોમાં મર્યાદાનું સ્થાનાંતર થાય છે. ગચ્છમાં જે કોઈપણ ગમે તે એક કે વધારે સ્થાન, મર્યાદા, આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે એકાંતે આજ્ઞા વિરાધક થાય.

Linked texts (2)