Mahanisiha 321
Mahānisīha: ṭīkānusārī vivecana 321
- Language
- Gujarati
321
‘મહાનિશીથ’ સૂત્ર-૭૧૩ થી ૭૨૦ :– [૫/–/૭૧૩ થી ૭૨૦]
મહાનુભાવ એવા ગચ્છમાં ગુરુકુળ કરતાં સાધુને ઘણી નિર્જરા થાય છે. તથા સારણા, વાયણા, ચોયણા આદિથી દોષની નિવૃત્તિ થાય છે. ગુરુના મનને અનુસરનાર, અતિવિનીત, પરીષહ જિતનાર, ધૈર્ય રાખનાર, સ્તબ્ધ ન થનાર, લુબ્ધ ન થનાર, ગારવો ન કરનાર, વિકથા ન કરનાર, ક્ષમાધારી, ઈન્દ્રિયદમી, સંતોષી, છકાયરક્ષક, વૈરાગ્ય માર્ગલીન, દશવિધ સામાચારી સેવનકર્તા, આવશ્યકોને આચરનાર, સંયમમાં ઉદ્યમી, સેંકડો વખત કઠોર, આકરા, કર્કરા, અનિષ્ટ, દુષ્ટ, નિષ્ઠુર વચનથી તિરસ્કારાય, અપમાન કરાય, તો પણ જે રોષાયમાન ન થાય, જેઓ અપકીર્તિ-અપયશ કે સકાર્ય કરનાર થતાં નથી. નિરંતર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન મનવાળા, ઘોર તપ અને ચરણથી શરીર શોષવી દેનાર, ક્રોધ-માન-માયા-લોભ ચાલી ગયેલા, રાગ-દ્વેષને દૂરથી ત્યાગ કરેલા, વિનયોપચાર કુશળ, ૧૬ ભેદે વચન શુદ્ધિપૂર્વક બોલવામાં કુશળ, નિરવદ્ય વચન બોલનાર, અતિશય ન બોલનાર, વારંવાર બોલબોલ ન કરનારા, ગુરુએ સકારણ કે અકારણ કઠોર, આકરા, કર્કશ, નિષ્ઠુર, અનિષ્ટ શબ્દો કહ્યા હોય ત્યારે તહત્તિ કરનાર ઈત્યાદિ ગુણવાન જેમાં હોય તે ગચ્છ છે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati