Pramāṇa · Search · About · API

Mahanisiha 37

Mahānisīha: ṭīkānusārī vivecana 37

Language
Gujarati

37

‘મહાનિશીથ’ સૂત્ર-૯૧ થી ૯૫ :– [૧/–/૯૧ થી ૯૫]
એમ અનાદિકાળથી ભમતાં ફરી મુનિપણું પામ્યો. કેટલાંક ભવોમાં કેટલીક આલોચના સફળ બની. કોઈ ભવમાં પ્રાયશ્ચિત્ત ચિત્તની શુદ્ધિ કરનાર બન્યો. ક્ષમાધારી ઈન્દ્રિય દમી, સંતોષી, ઈન્દ્રિય વિજેતા, સત્યભાષી, છકાય સમારંભથી ત્રિવિધે વિરમેલો, ત્રણ દંડથી વિરમેલો, સ્ત્રી સાથે વાત પણ ન કરતો, સ્ત્રીના અંગોપાંગને ન જોતો, શરીર મમત્વ રહિત, અપ્રતિબદ્ધ વિહારી, મહા સારા આશયવાળો, ગર્ભવાસથી ભયભીત, સંસારના અનેક દુઃખો અને ભયથી ત્રાસિત, આવા આવા ભાવોથી આવનાર આલોચકને આલોચના આપવી. આલોચકે પણ ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત કરવું. દોષના ફળે પ્રાયશ્ચિત્ત કરવું.

Linked texts (2)