Pramāṇa · Search · About · API

Mahanisiha 39

Mahānisīha: ṭīkānusārī vivecana 39

Language
Gujarati

39

‘મહાનિશીથ’ સૂત્ર-૯૯ થી ૧૦૨ :– [૧/–/૯૯ થી ૧૦૨]
શલ્ય સહિત આલોચના પ્રાયશ્ચિત્ત કરીને પાપકર્મ કરનારા નરાધમો, દુસ્સહ દુઃખો અનુભવતા ત્યાં રહે છે. ભારે અસંયમ સેવી, સાધુ નિંદક, દૃષ્ટિ અને વાણી વિષયમાં શીલ રહિત, મનથી પણ કુશીલ, સૂક્ષ્મ વિષય આલોચક, બીજાના નામે પ્રાયશ્ચિત્ત કરી થોડી-થોડી આલોચના કરે કે જરા પણ આલોચના ન કરે. જે દોષ સેવ્યો નથી તેની કે લોક રંજનાર્થે બીજાના દેખતા આલોચના કરે. ‘હું પ્રાયશ્ચિત્ત કરીશ નહીં’ તેમ વિચારીને કે કપટપૂર્વક આલોચના કરે.

Linked texts (2)