Pramāṇa · Search · About · API

Mahanisiha 42

Mahānisīha: ṭīkānusārī vivecana 42

Language
Gujarati

42

‘મહાનિશીથ’ સૂત્ર-૧૦૯ થી ૧૧૩ :– [૧/–/૧૦૯ થી ૧૧૩]
પુસ્તકમાં લખ્યા મુજબ પ્રાયશ્ચિત્ત કરે. સ્વમતિ કલ્પનાથી પ્રાયશ્ચિત્ત કરે. પૂર્વકૃત્‌ આલોચના મુજબ તે જ પ્રાયશ્ચિત્ત કરી લે. જાતિ, કુળ, ઉભય, ક્ષુત, લાભ, ઐશ્વર્ય, તપ, પંડિતાઈ, સત્કાર એ બધાંના મદમાં લુબ્ધ થાય. ગારવોથી ઉત્તેજિત થઈ આલોચના કરે. હું અપૂજ્ય એકાકી છું એવું વિચારે. હું પાપીમાં પણ પાપી છું એવી કલુષિતતાથી આલોચના કરે. બીજા દ્વારા કે અવિનયથી આલોચના કરે. અવિધિથી કરે. અહીં કહેલા કે અન્ય તેવા જ દુષ્ટ ભાવે આલોચના કરે.

Linked texts (2)