Pramāṇa · Search · About · API

Mahanisiha 43

Mahānisīha: ṭīkānusārī vivecana 43

Language
Gujarati

43

‘મહાનિશીથ’ સૂત્ર-૧૧૪ થી ૧૧૬ :– [૧/–/૧૧૪ થી ૧૧૬]
ગૌતમ! અનાદિ કાળથી ભાવ-દોષ સેવન કરનાર, આત્માને દુઃખ પમાડનાર છેક સાતમી નરક સુધી ગયા છે. અનાદિ અનંત સંસારમાં જ સાધુઓ શલ્ય સહિત હોય છે. તેઓ પાના ભાવ-દોષ રૂપ વિરસ-કયુ ફળ ભોગવે છે. હજુ શલ્યથી શલ્યિત થયેલા ભાવિમાં પણ અનંતકાળ સુધી કટુ ફળ ભોગવતા રહેશે. માટે મુનિએ જરા પણ શલ્ય ધારણ ન કરવું. ગૌતમ! શ્રમણીની કોઈ સંખ્યા નથી, કે જે કલુષિતતા રહિત, નિઃશલ્ય, વિશુદ્ધ, શુદ્ધ, નિર્મળ, વિમલ માનસી થઈ, અભ્યંતર વિશોધિથી આલોચના કરી, અતિસ્પષ્ટ, અતિચારાદિ સર્વ ભાવશલ્યને યથાર્થ તપ સેવી, પૂર્ણ પ્રાયશ્ચિત્ત આચરી, પાપકર્મ મળને ધોઈ, ઉત્પન્ન ઉત્તમ કેવળ જ્ઞાનવાળી, મહાયશા, મહાનુભાગા, મહાસત્વા અનંત સુખયુક્ત મોક્ષ પામી છે.

Linked texts (2)