Mahanisiha 48
Mahānisīha: ṭīkānusārī vivecana 48
- Language
- Gujarati
48
‘મહાનિશીથ’ સૂત્ર-૧૩૩ થી ૧૩૭ :– [૧/–/૧૩૩ થી ૧૩૭]
મદ, ભય, કષાય, દંડ એ સર્વેથી રહિત થઈ, ગુપ્તિ અને સમિતિમાં રમણ કરીશ. ઈન્દ્રિય જય કરીશ. ૧૮,૦૦૦ શીલાંગોથી યુક્ત શરીરી થઈશ. સ્વાધ્યાય-ધ્યાન યોગોમાં રમણતા કરીશ, એવી શ્રમણી-કેવલી થઈશ. ત્રિલોક ત્રાતા ધર્મ તીર્થંકરે જે ચિહ્ન ધારણ કરેલ છે તેને ધારણ કરતી હું કદાચ યંત્રમાં પીલાઈને મારા શરીરના બે ખંડ કરાય કે મને ફાળી, ચીરી નાંખે, ભડભડતાં અગ્નિમાં ફેંકે, મસ્તક છેદે તો પણ ગૃહીત વ્રત નિયમનો ભંગ કે શીલ અને ચારિત્રનું એક જન્મ ખાતર મનથી પણ ખંડન ન કરું એવી શ્રમણી થઈશ.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati