Mahanisiha 50
Mahānisīha: ṭīkānusārī vivecana 50
- Language
- Gujarati
50
‘મહાનિશીથ’ સૂત્ર-૧૪૦ થી ૧૪૪ :– [૧/–/૧૪૦ થી ૧૪૪]
મનુષ્ય ભવ અનિત્ય, ક્ષણમાં વિનાશી સ્વભાવી, ઘણાં પાપદંડ દોષયુક્ત છે. તેમાં સમગ્ર ત્રિલોક નિંદે તેવી સ્ત્રીપણે ઉત્પન્ન થઈ, તો પણ વિઘ્ન ને અંતરાય રહિત એવા ધર્મને પામીને હવે કોઈ પ્રકારે ધર્મને વિરાધીશ નહીં. હવે શૃંગાર રાગ, વિકારયુક્ત ચેષ્ટાની અભિલાષા નહીં કરું. ધર્મોપદેશક સિવાય કોઈ પુરુષને પ્રશાંત દૃષ્ટિથી પણ ન જોઉં. તેની સાથે આલાપ-સંલાપ ન કરું. ન કહી શકાય તેવા પાપો કરવાથી ઉત્પન્ન શલ્યની જેમ આલોચના આપી હશે તેમ કરીશ. એ પ્રમાણે ભાવના ભાવતા શ્રમણી-કેવલી થાય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati