Pramāṇa · Search · About · API

Mahanisiha 51

Mahānisīha: ṭīkānusārī vivecana 51

Language
Gujarati

51

‘મહાનિશીથ’ સૂત્ર-૧૪૫ થી ૧૪૮ :– [૧/–/૧૪૫ થી ૧૪૮]
આ પ્રમાણે શુદ્ધ આલોચના આપીને અનંત શ્રમણીઓ નિઃશલ્ય બની, અનાદિ કાળમાં હે ગૌતમ! કેવળી થઈ, સિદ્ધિ પામી, ઈન્દ્રિય દમી, ઈન્દ્રિય વિજેતા, સત્યભાષી, ત્રિવિધે છકાય સમારંભથી વિરમેલી, ત્રણ દંડના આશ્રવને રોકનારી, પુરુષ કથા અને પુરુષ સંગ ત્યાગી, સંલાપ અને અંગોપાંગ જોવાથી વિરમેલી, સ્વશરીર મમત્વ રહિત, મહાયશવાળી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રત્યે અપ્રતિબદ્ધ, સ્ત્રીપણું-ગર્ભાવસ્થા-ભવભ્રમણ થી ભયભીત આવા પ્રકારની સાધ્વીઓને આલોચના આપવી.

Linked texts (2)