Pramāṇa · Search · About · API

Mahanisiha 55

Mahānisīha: ṭīkānusārī vivecana 55

Language
Gujarati

55

‘મહાનિશીથ’ સૂત્ર-૧૫૬, ૧૫૭ :– [૧/–/૧૫૬, ૧૫૭]
અનેક પ્રકારના વિકલ્પો રૂપી કલ્લોલ શ્રેણી તરંગોમાં અવગાહન કરનાર, દુઃખે અવગાહ્ય એવા મનરૂપી સાગરમાં વિચરતાને ઓળખવા અશક્ય છે. જેમના ચિત્ત સ્વાધીન નથી. તેમને આલોચના કેવી રીતે આપી શકાય? આવા શલ્યવાળાનું શલ્ય જેઓ ઉદ્ધરે છે, તેઓ ક્ષણે-ક્ષણે વંદનીય છે.

Linked texts (2)