Pramāṇa · Search · About · API

Mahanisiha 63

Mahānisīha: ṭīkānusārī vivecana 63

Language
Gujarati

63

‘મહાનિશીથ’ સૂત્ર-૧૭૪ થી ૧૭૮ :– [૧/–/૧૭૪ થી ૧૭૮]
સ્વ-શલ્યથી દુઃખીત, માયા-દંભથી કરેલા શલ્યો છૂપાવતો, સ્વ-શલ્ય પ્રગટ કરવા સમર્થ બની ન શકે. કદાચ કોઈ રાજા દુશ્ચરિત્ર પૂછે તો સર્વસ્વ અને દેહ આપવા કબૂલ થાય, પણ સ્વ દુશ્ચરિત્ર કહેવા સમર્થ ન થાય. કદાચ રાજા તેને સમગ્ર પૃથ્વી આપી દેવાનું કહે, તો પણ પોતાનું દુશ્ચરિત્ર ન કહે. ત્યારે પૃથ્વીને પણ તૃણ સમાન ગણે. રાજા જીવન છેદવાનું કહે, ત્યારે પ્રાણ જાય તો પણ દુશ્ચરિત્ર ન કહે. સર્વસ્વનું હરણ થાય તો પણ કોઈ પોતાનું દુશ્ચરિત્ર કહેતા નથી. હું પણ નરકમાં જઈશ. પરંતુ સ્વ દુશ્ચરિત્ર કહીશ નહીં.

Linked texts (2)