Pramāṇa · Search · About · API

Mahanisiha 67

Mahānisīha: ṭīkānusārī vivecana 67

Language
Gujarati

67

‘મહાનિશીથ’ સૂત્ર-૧૮૬ થી ૧૮૯ :– [૧/–/૧૮૬ થી ૧૮૯]
ગૌતમ! જગતમાં એવા કેટલાંક જીવો હોય છે, જેઓ અર્ધશલ્યનો ઉદ્ધાર કરે, માયા-લજ્જા-ભય-મોહના કારણે મૃષાવાદથી અર્ધશલ્ય મનમાં ધારી રાખે... હીનસત્ત્વી તેમને તેનાથી મોટું દુઃખ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન દોષથી ચિત્ત શલ્ય ન ઉદ્ધરવાથી ભાવિમાં નક્કી દુઃખી થઈશ તેવો વિચાર થતો નથી. જેમ શરીરમાં શલ્ય કાંટો ઘુસી ગયા પછી તેને બહાર ન કાઢે તો તે શલ્ય એક જન્મમાં, એક સ્થાને પીડા આપે કે તે માંસરૂપ બની જા. પણ જો પાપશલ્ય આત્મામાં ઘુસી જાય તો અસંખ્ય ધારવાળું વજ્ર પર્વતને ભેદે તેમ આ શલ્ય અસંખ્યાતા ભવ સુધી સર્વાંગને ભેદનારું થાય.

Linked texts (2)