Mahanisiha 72
Mahānisīha: ṭīkānusārī vivecana 72
- Language
- Gujarati
72
‘મહાનિશીથ’ સૂત્ર-૨૦૧ થી ૨૦૫ :– [૧/–/૨૦૧ થી ૨૦૫]
ન જિતેલ ક્રોધ અને માન, વૃદ્ધિ પામતી માયા અને લોભ, એ ચારે કષાયો અતિ દુર્ધર એવા શલ્યોને આત્મામાં પ્રવેશે ત્યારે ઉપશમથી ક્રોધને હણે, નમ્રતાથી માનને જીતે, સરળતાથી માયાને અને સંતોષથી લોભને જિતવો. આ પ્રમાણે કષાયો જીતી જેઓએ સાત ભયસ્થાનો, આઠ મદસ્થાનોનો ત્યાગ કર્યો છે, તેઓ ગુરુ પાસે શુદ્ધ આલોચના ગ્રહણ કરવા તૈયાર થાય. જેમ અતિચારશલ્ય લાગેલું હોય તેમ પોતાનું સર્વ દુશ્ચરિત્ર શંકા રહિત, ક્ષોભ પામ્યા સિવાય, ગુરુથી નિર્ભય બનીને નિવેદન કરે... ભૂતના વળગાડ વાળો કે બાળક જેમ અતિ સરળતાથી બોલે તેમ ગુરુ સન્મુખ, જે પ્રમાણે શલ્ય થયું હોય તે પ્રમાણે બધું યથાર્થ નિવેદન કરે - આલોચના કરે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati