Mahanisiha 85
Mahānisīha: ṭīkānusārī vivecana 85
- Language
- Gujarati
85
‘મહાનિશીથ’ સૂત્ર-૨૨૮, ૨૨૯ :– [૨/૧/૨૨૮, ૨૨૯]
અસંજ્ઞી બે ભેદે જાણવા. વિકલેન્દ્રિયો અને એકેન્દ્રિયો. કૃમિ-કુંથુ-માખી અનુક્રમે બે, ત્રણ, ચાર ઈન્દ્રિયોવાળા વિકલેન્દ્રિય અને પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, વનસ્પતિ એ સ્થાવર એકેન્દ્રિય અસંજ્ઞી જીવો કહેવાય. પશુ, પક્ષી, મૃગો, નારકી, મનુષ્યો, દેવો એ બધાં સંજ્ઞી કહેલ છે. તે મર્યાદામાં સર્વ જીવોમાં ભવ્યપણું અને અભવ્યપણું હોય. નારકીમાં વિકલેન્દ્રિય, એકેન્દ્રિયત્વ ન હોય.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati